પેટ્રોલ-ડીઝલની બચત માટે Delhi સહિત કેટલાક રાજ્યોમાં વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા અમલમાં મૂકાઈ રહી છે. આવી સ્થિતિમાં હવે Gujaratમાં પણ સરકારી કચેરીઓ માટે વર્ક ફ્રોમ હોમ અને ‘5 ડેઝ વીક’ની માંગ ઉઠી છે. The Gujarat Sachivalaya Federation દ્વારા મુખ્યમંત્રી Bhupendra Patelને પત્ર લખી આ મુદ્દે તાત્કાલિક નિર્ણય લેવા રજૂઆત કરવામાં આવી છે. ફેડરેશન સાથે અંદાજે 8 હજાર જેટલા કર્મચારીઓ જોડાયેલા હોવાનું જણાવાયું છે.
ફેડરેશનના પ્રમુખ કીર્તિ એલ. પટેલ અને મહામંત્રી હિરેન આર. પટેલે કરેલી રજૂઆતમાં જણાવાયું છે કે Narendra Modiએ દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો ઓછો ઉપયોગ કરવા, વર્ક ફ્રોમ હોમ અપનાવવા અને વર્ચ્યુઅલ મીટિંગને પ્રાથમિકતા આપવા અપીલ કરી છે. વૈશ્વિક પરિસ્થિતિ અને ઈંધણ બચતની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પણ આ દિશામાં પગલાં ભરવા જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.
પત્રમાં જણાવાયું છે કે ગુજરાત સચિવાલય રાજ્યના વહીવટી તંત્રનું મુખ્ય કેન્દ્ર હોવાથી દરરોજ હજારો કર્મચારીઓની અવરજવર થાય છે, જેના કારણે ટ્રાફિકનો બોજ અને પેટ્રોલ-ડીઝલનો વપરાશ વધે છે. કોરોનાકાળ દરમિયાન ઈ-ઓફિસ, વીડિયો કોન્ફરન્સિંગ, વર્ચ્યુઅલ મીટિંગ અને ડિજિટલ ફાઇલ સિસ્ટમ સફળતાપૂર્વક અમલમાં મુકાઈ હતી અને તેના સકારાત્મક પરિણામો પણ મળ્યા હતા.
ફેડરેશને સરકાર સમક્ષ કેટલીક મહત્વપૂર્ણ માંગણીઓ મૂકી છે. જેમાં વિભાગોની જરૂરિયાત મુજબ તાત્કાલિક વર્ક ફ્રોમ હોમ અથવા હાઈબ્રિડ વર્ક મોડલ અમલમાં મૂકવું, રાજ્ય સરકારમાં ‘5 ડેઝ વીક’ શરૂ કરવું, રોટેશન આધારીત વર્ક ફ્રોમ હોમ સિસ્ટમ લાગુ કરવી અને ઈ-ઓફિસ તથા અન્ય ડિજિટલ માધ્યમોના વધુ ઉપયોગને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે.
ફેડરેશનનું માનવું છે કે આ પ્રકારના પગલાંથી માત્ર ઈંધણ બચત જ નહીં, પરંતુ પ્રદૂષણમાં ઘટાડો, સમયની બચત, કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો અને ગ્રીન ગવર્નન્સને પણ પ્રોત્સાહન મળશે. સાથે જ Narendra Modi દ્વારા આપવામાં આવેલા ઈંધણ બચતના સંદેશને રાજ્ય સરકાર અસરકારક રીતે અમલમાં મૂકે એવો સંદેશ પણ જશે.